નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર 2025 – અમેરિકન પ્રમુખે 19 સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ પ્રોક્લેમેશન જાહેર કરી H-1B નોનઇમિગ્રન્ટ વર્કર્સની એન્ટ્રી પર નિયંત્રણ મૂક્યું છે. આ પગલું સિસ્ટમમાં થતા દુરુપયોગને અટકાવવા માટે લેવામાં આવ્યું છે.
નવા નિયમો
21 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે 12:01 વાગ્યા પછી ફાઈલ થનારી H-1B એમ્પ્લોયમેન્ટ આધારિત પિટિશન પર આ નિયમ લાગુ થશે.
H-1B વિઝા મેળવવા માટે હવે પિટિશન સાથે $100,000 નો વધારાનો ભુગતાન ફરજિયાત રહેશે.
હાલના માન્ય વિઝા ધારકો અથવા પહેલેથી મંજૂર થયેલા પિટિશન પર આ અસર નહીં કરે.
કોને અસર નહીં
પહેલેથી જ મંજૂર થયેલા પિટિશન ધારકો.
માન્ય H-1B વિઝા ધરાવતા વ્યક્તિઓ.
અસર
આ પગલાથી અમેરિકામાં કામ કરવા ઇચ્છુક હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર સીધી અસર થશે. નિષ્ણાતો માને છે કે આ નવો નિયમ અમેરિકામાં કામના અવસરોને મર્યાદિત કરી દેશે.
Comments
Post a Comment